MCX Stock Exchange - Logo
 
MCX Stock Exchange MCX Stock Exchange MCX Stock Exchange
 
 
બજારનાં વહેણ
 
NISM Certification
MCX-SX on Twitter

Corporate Tweets

Currency Tweets

 
 
 
પરિદ્રશ્ય RSS FeedsBookmarkEmailPrint

વિશ્વના સૌથી વધુ પરિપક્વ અને નવી પેઢીના અત્યાધુનિક એક્સચેન્જનું પ્રતિબિંબ એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ લિ. (એમસીએક્સ-એસએક્સ)માં દેખાય છે. આ એક્સચેન્જે પોતાના અગ્રેસર તંત્રજ્ઞાન, વૈશ્વિક સ્તરની સેવાઓ અને ઓછા ખર્ચે વધુ સુવિધાઓને લીધે ભારતીય નાણાકીય બજારોની સિકલ જ બદલી નાખી છે.

એમસીએક્સ-એસએક્સે પ્રારંભનાં થોડાં વર્ષોમાં જ નવી સેવાઓ અને બજારના વિકાસ માટેની નવી પહેલ કરીને આ ક્ષેત્રે અગ્રણી અને નવસર્જક તરીકેની પોતાની ક્ષમતા પુરવાર કરી છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની માન્યતા ધરાવતું એમસીએક્સ-એસએક્સ હાલ 700 કરતાં વધારે સભ્યો અને દેશના 500 શહેરો તથા નગરોમાં ટ્રેડિંગ ટર્મિનલ ધરાવે છે.

એમસીએક્સ-એસએક્સે અત્યાધુનિક તંત્રજ્ઞાન ઉપયોગમાં લીધું છે અને નિયમોના પાલન તથા રોકાણકારોના રક્ષણ માટેની વૈશ્વિક સ્તરની શ્રેષ્ઠ પ્રથાઓને અમલમાં મૂકી છે. આમ કરીને તેણે આયાતકારો, નિકાસકારો, રોકાણકારો, કંપનીઓ અને બૅન્કોને તેમનાં કરન્સીને સંબંધિત જોખમોનું વધારે પારદર્શકતા તથા સલામતી સાથે હેજિંગ કરવા માટેની તક પૂરી પાડી છે. આ ઉપરાંત, તે પોતાના ક્લીયરિંગ કોર્પોરેશન (એમસીએક્સ-એસએક્સ ક્લીયરિંગ કોર્પોરેશન લિ.) મારફતે તમામ સોદાઓની પતાવટની બાંયધરી આપે છે. તેને લીધે સામો પક્ષ કરારમાં ફેરવી તોળે એ સ્થિતિમાં ઊભું થતું જોખમ દૂર થાય છે.

એમસીએક્સ-એસએક્સ માહિતી, નવસર્જન, શિક્ષણ અને સંશોધન મારફતે બજારોનો પદ્ધતિસરનો વિકાસ કરવામાં માને છે. આથી હંમેશાં તેનો પ્રયત્ન હોય છે કે બજારના સહભાગીઓ તેના રાષ્ટ્રવ્યાપી ઇલેક્ટ્રોનિક વેપાર માધ્યમનો વધારે પ્રમાણમાં અને અસરકારક રીતે ઉપયોગ કરે. એમસીએક્સ-એસએક્સ ભારતનું એવું પ્રથમ સ્ટોક એક્સચેન્જ છે જેણે બજારના વિકાસ માટેના નવતર પ્રયાસ શરૂ કર્યા છે અને નાણાકીય સાક્ષરતા ફેલાવવા માટે તથા નાણાકીય લાભ દેશમાં સર્વને મળે તે માટે જાગરૂકતા અને તાલીમના કાર્યક્રમો હાથ ધરવા ભારતની વેપાર-ઉદ્યોગની સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સહયોગ સાધ્યો છે.

એમસીએક્સ-એસએક્સના કરન્સી ડેરિવેટિવ્ઝનો વિભાગ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ ઑફ ઈન્ડિયા (સેબી) તથા રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા (આરબીઆઈ)ના નિયમન હેઠળ કરન્સીના વાયદાના વેપાર માટે દેશવ્યાપી ઇલેક્ટ્રોનિક માધ્યમ પૂરું પાડે છે.